નોન ક્રિમિલેયર અરજી ફોર્મ ડાઉનલોડ PDF : નોન ક્રીમિલિયાર માટે જરૂરી ડોક્યુમેન્ટ

નોન ક્રિમિલેયર અરજી ફોર્મ ડાઉનલોડ PDF

નોન ક્રિમિલેયર અરજી ફોર્મ ડાઉનલોડ PDF : નમસ્કાર મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ અથવા તો અલગ લાગ સંસ્થાઓમાં એડમિશન માટે ફોર્મ ભરવા માટે નોન ક્રીમિલિયર પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે. તેથી અહીંયા તમામ લોકોને ઉપયોગી થાય તે માટે નોન ક્રિમિલિયાર પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી ફોર્મ અહીંયા ડાઉનલોડ માટે મૂકવામાં આવ્યું છે તેમજ આ પ્રમાણપત્ર મેળવવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે તે પણ માહિતી આ લેખ માં આપવામાં આવેલ છે.

નોન ક્રીમિલિયર પ્રમાણપત્ર pdf ડાઉનલોડ

આ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે સૌપ્રથમ તો ઓનલાઇન અથવા તો ઓફ્લાઈન નોન ક્રીમિલિયર્ નું અરજી ફોર્મ મેળવીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈને સૌપ્રથમ તો તલાટી કમ મંત્રી ની સહી કરાવીને સોગંદનામુ કરવાનું રહેશે. ત્યારબાદ તાલુકા પંચાયત અને મામલદાર ઓફિસમાં જઈને આગળની કાર્યવાહી કરવાની રહેશે જે તમને સ્થાનિક કચેરીમાંથી મળી રહેશે. તો ચાલો નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર મેળવવા માટેના ડોક્યુમેન્ટ ક્યા ક્યા છે તે જોઈ લઈએ

નોન ક્રિમિલેયર અરજી ફોર્મ માટેના જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજી ફોર્મ
  • કોર્ટની ટીકીટ ૩
  • આવકનું પ્રમાણપત્ર
  • LC લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનું પ્રમાણપત્ર
  • પોતાનું ઓળખ કાર્ડ
  • પિતાનું / વાલીનું ઓળખકાર્ડ
  • રેશન કાર્ડ (કુપન )
  • એફિડેવિટ
  • નોટ્રીનો સિક્કો
  • તલાટી મંત્રી ના સહી સિક્કા

નોન ક્રિમિલેયરપ્રમાણપત્ર PDF ડાઉનલોડ

Download PDF